ગાંધીનગર સહિતનાં રાજ્યનાં છ શહેરમાં ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી પણ નીચે ગગડ્‌યો

643

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે ગુજરાતમાં ઠંડીની વ્યાપક અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી કોલ્ડવેવ યથાવત રહેશે. ગુજરાતમાં નલિયા ૫.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુગાર સાબિત થયું છે. જ્યારે ડીસામાં પણ માત્ર ૮.૨ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.

મોટાભાગના શહેરોમાં પારો ૧૦ ડિગ્રીની નીચે નોંધાયું છે. રાજ્યના અન્ય મહાનગરોની તો અમદાવાદમાં પણ ઠુઠવાતું જોવા મળી રહ્યું છે. નલિયામાં ૫.૮ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. જ્યારે કંડલામાં પણ ૬.૮ ડિગ્રી સુધી પારો ગગડ્‌યો. પાટનગર ગાંધીનગરમાં માં ૭.૨ ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. જ્યારે અમરેલી અને ડીસામાં પારો ૮.૨ ડિગ્રી સુધી ગગડ્‌યો છે.

ભારે ઠંડીને પગલે કિમમાં એક મહિલાનું મોત થયાનાં અહેવાલ પણ સામે આવ્યા છે. આ સાથે જ અતિશય ઠંડીને કારણ લોકોનાં જનજીવન પર વ્યાપક અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં ફૂંકાતા બર્ફિલા પવનના કારણે અમદાવાદ સહિત રાજ્યભરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. તેમાં પણ હાલમાં પ્રવર્તતા કોલ્ડવેવના કારણે ગાંધીનગર સહિત છ શહેરમાં ઠંડીનો પારો દશ ડિગ્રીથી નીચે ગગડતા સમગ્ર રાજ્યમાં હાડ થીજાવતી ઠંડીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે.

શહેરમાં પણ વહેલી સવારથી મધ્યમ ગતિના શીતાગાર પવનના જોરથી નાગરિકો ધ્રુજી રહ્યા છે. ગઈ કાલે તો ૧૦.૮ ડિગ્રી ઠંડી પડતા શહેરનો ચાલુ શિયાળાની સિઝનનો સૌથી વધુ ઠંડાગાર દિવસ બન્યો હતો, પરંતુ આજે ઠંડીની આ તીવ્રતામાં મામૂલી ઘટાડો થઈને ૧૧.૨ ડિગ્રી સેલ્શિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.

જોકે રાજ્યના પાટનગર ગાંધીનગર સહિતના કુલ છ શહેરોમાં કાતિલ છંડીના સપાટાથી લોકોએ કામધંધો સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હતું. આજે ગાંધીનગરમાં ૭.૨ ડિગ્રી, અમરેલીમાં ૮.૫, ડિસામાં ૮.૫, ન્યુ કંડલામાં ૯.૪ અને કંડલામાં ૬.૮ ડિગ્રી સેલ્શિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયામાં ઠંડીનો વારો વધુ નીચે ગગડીને ૫.૮ ડિગ્રીએ જઈને અટકતા નલિયામાં સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે.

દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની કચેરી દ્વારા રાજ્યના બનાસકાંઠા, પાટણ, બોટેલી, રાજકોટ અને કચ્છ જિલ્લાને હજુ ૨૪ કલાક કોલ્ડવેવ ધ્રુજાવશે તેવી આગાહી કરાઈ છે.

Previous articleફુટબોલઃ માનચેસ્ટર યૂનાઇટેડે કોચ મોરિન્હોને સસ્પેન્ડ કર્યા
Next articleરાજયની ૧૧ યુનિવર્સિટીના ૩૦ તજજ્ઞોએ કેએસવીની સહિત ગુજરાતના સીએમ સાથેે મુલાકાત