લઘુમતી આયોગને બંધારણીય હક્ક મળે તે માટે કાયદો પસાર કરવા માંગ

770

લઘુમતી આયોગની રચના કરીને તેને બંધારણીય હક મળે તે માટે વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવે, મદ્રેસાની ડીગ્રીને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે, પ્રધાનમંત્રીના નવા ૧૫ સૂત્રીય કાર્યક્રમોનો સંપુર્ણપણે અમલી કરણ કરવામાં આવે, સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત થયેલા લોકોના પુનઃસ્થાપન માટે નીતિ બનાવવા સહિતના મુદ્દે માઇનો રીટી કો-ઓર્ડિનેશન કમિટી દ્વારા સત્યાગ્રહ છાવણી ખાતે સભા યોજવામાં આવી હતી.

આંતરરાષ્ટ્રીય લઘુમતિ અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે માઇનોરીટી કો-ઓર્ડિનેશન કમિટી દ્વારા આજ રોજ સત્યાગ્રહ છાવણી ખાતે સભા યોજીને લઘુમતી કોમ્યુનિટીને થતાં અન્યાયના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્યમાં લઘુમતિ કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરી માઇનોરીટીના પ્રશ્નોને ન્યાય આપવામાં આવે. રાજ્યના બજેટમાં લઘુમતિઓના વિકાસ માટે અલગ બજેટની વ્યવસ્થા કરવામાં આવે.

રાજ્યભરમાં લઘુમતિ વિસ્તારોમાં સરકારી હાયર સેકન્ડરી શાળાઓ બનાવવામાં આવે ઉપરાંત રાજ્ય લઘુમતિ આયોગની રચના કરીને તેને બંધારણીય રક્ષણ મળે તે માટે વિધાનસભામાં કાયદો પસાર કરવામાં આવે તેવી માંગણી સભામાં કરવામાં આવી હતી.

Previous articleરાજયની ૧૧ યુનિવર્સિટીના ૩૦ તજજ્ઞોએ કેએસવીની સહિત ગુજરાતના સીએમ સાથેે મુલાકાત
Next articleવાયબ્રન્ટ – ર૦૧૯ અંતર્ગત સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરીંગ એન્ડ મેથેમેટિક્સ અંગે સેમિનાર અને ચિંતન