નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્વીપ ટીમ તેમજ શાળા નં.૩૮નાં સંયુક્ત ઉપક્રમે વિધાનસભા ચૂંટણીને લઈને લોકોમાં મતદાન કરવા માટે જાગૃતિ આવે તેવા હેતુથી એસ.ટી. બસ સ્ટેન્ડ ભાવનગર ખાતે મતદાન જાગૃતિ અંગેનું બાળકો દ્વારા નાટક ભજવવામાં આવ્યું હતું. અને લોકોને મતદાન કરવા પ્રેરિત કર્યા હતા.