ભાવનગર મહાનગર પાલિકામાં લોકોનાં વિવિધ પ્રશ્નોના ઉકેલો કરવા માટે સેવકો સેવા સદનમાં ઓછા દેખા દે છે, તેવા સમયે સેવા સદનમાં જે થોા સેવકો આવે તેમાં થોડા સભ્યો સક્રિય ભૂમિકા ભજવે છે જયારે બીજા નિષ્ક્રીયતા અનુભવી રહ્યા છે, તેવા સંજોગોમાં વિવિધ વિસ્તારોમાં વિકાસનાં કામોનાં ખાત મૂર્હુતો કરવાનાં કામો અને ઘણા સમયથી થયેલા વિકાસ કામો કે જે કામો અર્ધ પસાર થયા છે તેવા કામોનાં લોકાર્પણો કરી દેવાની તંત્રમાં ઉતાવળો ઉભી થઈ રહ્યાની વાતો સેવકગણમાં આગામી લોકસભાની ચૂંટણીને નજરમાં રાખીને ચર્ચાઓ થઈ રહી છે. જયારે બીજી બાજુ કારોબારી સમિતિની મળતી બેઠકોમાં પ્રજાકિય મહત્વનાં પ્રશ્નોની અને વહિવટી તંત્રની ક્ષતિઓ સંબંધે પણ કારોબારીનાં ૧ર સભ્યોમાંથી છ થી સાત સભ્યોની દર બેઠકમાં બેધડક સચોટ રજુઆતોનાં તંત્રમાં અને લોકો પર ઠીક-ઠીક પ્રત્યાઘાતો પડી રહ્યા છે આવી બાબતો પછી આજે મહાનગર સેવા સદન ખાતે કાળીયાબીડ વોર્ડ નં-૧૦નાં નગરસેવક અને ભાજપ પાર્ટીના નેતા પરેશ પંડયાએ રાજય સરકારની ૭૦-૩૦ની લોક ભાગીદારી યોજના તળે કાળીયાબીડ વિસ્તારમાં રૂપિયા એક કરોડ ઉપરાંતનાં ખર્ચવાળા પેવીંગ બ્લોકોનાં ખાત મૂર્હુતો તા.ર૦મી ના રોજ મેયર, ડે.મેયરની હાજરીમાં થનારા છે તેની પ્રજાકિય કામોની વિગતોની તેમની ચેમ્બરમાં પત્રકારો જોડેની ટુંકી વાતચીતમાં જણાવી હતી.
પરેશ પંડયાએ કાળીયાબીડ વિસ્તારમાં પેવીંગ બ્લોકો નાખવાના ઓછામાં ઓછા પંદર જેટલા મહત્વનાં કામોની વિગત જણાવી હતી. જેમાં કેશરીયા હનુમાન મંદિર, જુની ભગવતી પાર્ક, અયોધ્યાનગર, મહાવીર નગર વિવિધ શેરીઓ, નંદનવન, સાગવાડી વિગેરે વિસ્તારોમાં રોડ રસ્તાઓના સુશોભીત કામોનાં ખાત મૂર્હુત થવા જઈ રહ્યાની બાબતો જણાવી હતી.
કાળીયાબીડ વિસ્તારમાં રોડ રસ્તાના કામો અને દબાણો અન્ય પ્રશ્નો જયારે તંત્ર સામે આવીને ઉભા છે ત્યારે તા.ર૦મીના રોજ એકી સાથે ૧પ જેટલા લોક ભાગીદારીનાં પેવીંગ બ્લોકોના થનારા આવા ખાત મૂર્હુતોના કામોની કાળીયાબીડની વસાહત લોકોમાં સારી એવી છાપ ઉભી થશે. આવા કામો માટે નગરસેવકોની સક્રિયતાઓ માટે પણ લોકોમાં અનેરી છાપ ઉપસી રહ્યાનો આવા કામોથી જનતામાં પણ રાહતો અનુભવાશે તેમ મનાય રહ્યું છે.