આર્થિક રીતે પડી ભાંગેલા પાકિસ્તાનને દેશ ચલાવવા માટે અન્ય દેશ પાસેથી ઉછીના પૈસા લેવા પડે તેવી હાલત છે ત્યારે પાકિસ્તાનના વેપારીઓ વાઇબ્રન્ટ ગુજરાતમાં રોકાણ કરવા માટે ગુજરાત આવશે. વાઇબ્રન્ટ સમિટ-૨૦૧૯માં પાકિસ્તાનના રાજદ્વારીઓ આવશે તેવું સત્તાવાર સમર્થન મળ્યું નથી, પણ પાકિસ્તાના વિવિધ ઉદ્યોગકારોએ ફેડરેશન ઓફ પાકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સહિતના વિવિધ સંગઠન હેઠળ વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટે કન્ફર્મેશન અપાયું છે.
વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯ના આયોજનની તડામાર તૈયારી થઇ રહીં છે ત્યારે તા. ૧૯મીએ એમએસએમઇ માટેના કન્વેન્શન સહિતની વિવિધ ઇવેીન્ટમાં લેવા માટે પાકિસ્તાના ઉદ્યોગકારો અને વેપારીઓએ સહમતિ દર્શાવી છે. એમએસએમઇ સેકટરમાં દેશ-વિદેશના ૪૫ ઇન્ડસ્ટ્રીઝ અને વેપારી એસોસીએશને ભાગ લેવાનું કન્ફર્મેશન આપ્યું છે.
આ પૈકી પાકિસ્તાનના સરહદ ચેમ્બર ઓફ કોમર્સ, ફેડરેશન ઓફ પાકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પાકિસ્તાનની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પાકિસ્તાના સાર્ક-સીસીઆઇના પ્રતિનિધિઓએ વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટેનું કન્ફર્મેશન આપી દીધું છે. જો કે, પાકિસ્તાન સાથે દુબઇ, બાંગ્લાદેશ સહિતના દેશ પણ વાયબ્રન્ટ ગુજરાત અંતર્ગત યોજાનારા એમએસએમઇના કન્વેન્શનમાં ભાગ લેવા માટે કન્ફર્મેશન આપી દીધું છે. પાકિસ્તાનના ઉદ્યોગકારો ઉપરાંત દુબઈ, બાંગ્લાદેશ સહિતના દેશના વેપારીઓ અને ઉદ્યોગકારો સમિટમાં ભાગ લેવા આવશે. ગુજરાતની એમએસએમઇને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે વેપારની તક મળે તેટલા માટે દેશ-વિદેશથી પાર્ટિશિપેશન આવે તેવા પ્રયાસ ગયા એપ્રિલથી રાજ્ય સરકાર દ્વારા કર્યા હતા.