નર્મદાના સાધુબેટમાં ૩ દિવસીય વાર્ષિક ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. કોન્ફરન્સમાં ભાગ લેવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ ટેન્ટ સિટી પહોંચ્યા હતા. આ પહેલાં તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. અને ફોટોગ્રાફ પાડ્યા અને ત્યાં ફિલ્મ પણ નિહાળી હતી. ત્રણ દિવસ સુધી ચાલનારી કોન્ફરન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી રાજનાથ સિંહ સહિત દેશનાં તમામ રાજ્યોનાં ડીજી અને આઈજીપી ભાગ લેશે.
૨૦ ડીસેમ્બર થી ૨૨ ડીસેમ્બર સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સ કુદરતનાં રમણીય નજારા એવા કેવડીયા કોલોનીમાં આવેલી ટેન્ટ સીટીમાં આયોજિત કરવામાં આવી છે. કોન્ફરન્સમાં ડ્ઢય્, છડ્ઢય્ઁ અને છય્ઁ આવી પહોંચ્યા હતા. ટેન્ટ-૨ સિટી ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સેન્ટ્રલ અને સ્ટેટ ૈંમ્, ગુજરાત છ્જી અને અન્ય એજન્સીઓએ અત્યારથી જ સુરક્ષા વ્યવસ્થા સંભાળી લીધી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ૨૧ ડિસેમ્બરે ડીજી કોન્ફરન્સમાં હાજરી આપશે. આ સિવાય ગૃહ રાજ્યમંત્રી કિરણ રિજિજુ અને હંસરાજ આહીર પણ ઉપસ્થિત રહેશે. ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સમાં દેશની આંતરિક સુરક્ષા, સીમા સુરક્ષા, આંતકવાદ, નક્સલવાદ અને હાલમાં વધી રહેલા સાયબર એટેક પર મનોમંથન કરવામાં આવશે. દેશની સુરક્ષા માટેનાં પડકારો માટે મહત્વની ચર્ચા બાદ એક્શન પ્લાન પણ બનાવીને અમલમાં મુકવા માટે દિશાસૂચન કરવામાં આવશે.