ગુજરાતમાં મોદી મુખ્યમંત્રી બન્યા બાદ બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં આરોપીઓ સામે સઘન કાર્યવાહી કરનાર પૂર્વ CID અધિકારી અને ગુજરાત કેડરના IPS રજનીશ રાયને સસ્પેન્ડ કરાયા છે. જોકે કાલે જ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મુંબઈ કોર્ટ ચુકાદો આપવાની છે. આ કેસમાં ગુજરાત અને રાજસ્થાન પોલીસ પણ આરોપી છે તેનો ચુકાદો આવે તે પહેલાં જ સરકાર સામે કાર્યવાહી સંદર્ભે બાયો ચઢાવનાર અધિકારી રજનીશ રાયને ઘર ભેગા કરી દેવાયા છે. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં રજનીશ રાયએ વણજારા સહિત સંખ્યાબંધ પોલીસ અધિકારીઓની ધરપકડ અને સઘન પુછપરછ કરી હતી. આ સાથે તત્કાલિન મોદી સરકાર સામે પણ આ કેસમાં બોય ચઢાવનાર રજનીશ રાયે થોડા સમય અગાઉ જ વીઆરએસ માંગ્યુ હતું. જોકે સરકારે રજનીશ રાયને વીઆરએસ આપવાના બદલે સીધા સસ્પેન્ડ કરી દીધા છે. આજે જ કેન્દ્રીય ગૃહ વિભાગે રજનીશ રાયને સસ્પેન્ડ લેટર આપી તેને ઘરે બેસાડી દીધા છે.