સિહોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પોલીસ ઈનસ્પેકટર પી.આર. સોલંકી તથા સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હોય તે સમય દરમ્યાન બાતમી રાહે હક્કિત મળેલ કે રાજુલા પો.સ્ટે. ગુન્હાના કામે નાસત-ફરતો વોન્ટેડ આરોપી આરીફભાઈ ગફારભાઈ મીઠાણી (ઉ.વ.૩ર) રહે. ગુદરણ તા. લીલીયા જી – અમરેલી નાસતો-ફરતો વોન્ટેડ આરોપી પકડી પાડી રાજુલા પોલીસ સ્ટેશનને સોંપી આપવા તજવીજ કરેલ છે.
કામગીરીમાં સિહોર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પો.ઈન્સ. પી.આર.સોલંકી તથા સ્ટાફના આર.એન. ગોહિલ, આઈ.બી.ઝાલા, રામદેવસિંહ જાડેજા, ગૌત્તમભાઈ રામાનુજ, અશોકસિંહ ગોહિલ તથા ઈમરાનભાઈ ગોગદા વિગેરે જોડાયા હતાં.