ભાજપ દ્વારા ભાવ. લોકસભા વિસ્તારક તરીકે રાજુલાના કિશોરભાઈની નિમણુંક

635

ભાજપ હાઈકમાન્ડ દ્વારા ભાવનગર લોકસભાના વીસ્તારક રાજુલાના જુના અનુભવી કિશોરભાઈ રેણુકાની નિમણુંક અને ચાર્જ સંભાળતા ભાવનગર અને રાજુલા ભાજપ પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

ભાજપ હાઈકમાન્ડ પ્રદેશ ભાજપની અગત્યની બેઠક મળી જેમાં આગામી લોકસભાના ભાવનગર બેઠકના વીસ્તારક તરીકે રાજુલાના જુના અનુભવી અને નિષ્ઠાવાન કાર્યકર કિશોરભાઈ રેણુંકા (બારોટ)ની નિમણુંક અને ભાવનગર લોકસભા જીલ્લાનો ચાર્જ સંભાળતા ભાવનગર તેમજ રાજુલા વીસ્તારના ભાજપ અગ્રણીઓ તેમજ પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી, જીલ્લા મહામંત્રી રવુભાઈ ખુમાણ, જીલ્લા ભાજપ મંત્રી ચેતનભાઈ શિયાળ, શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ, દિલીપભાઈ જોષી, મહામંત્રી બાબભાઈ વાણીયા, રણછોડભાઈ મકવાણા, મહેન્દ્રભાઈ ધાખડા, કમલેશભાઈ મકવાણા સહિત તમામ રાજુલા પરિવારના આગેવાનો તેમજ ભાવનગર  મેયર મનહરભાઈ મોરીની પણ શુભેચ્છા મુલાકાત લેવાઈ તેમજ આ તમામ બાબતે ભાજપ હાઈકમાન્ડ દ્વારા પ્રદેશ લેવલે જ બારોટ સમાજના કાર્યકર્તાઓમાના એક રાજુલાના કિશોરભાઈ રેણુકાને ભાજપ પક્ષ દ્વારા બારોટ સમાજની નોંધ લેતા સમસ્ત બારોટ સમાજ ભાજપના હાઈકમાન્ડનો આભાર વ્યકત કરેલ છે. અને કિશોરભાઈ રેણુકાને હૃદયથી શુભેચ્છા પાઠવી છે.

Previous articleરાજુલાના નવ વર્ષથી ફરાર આરોપીને સિહોર પોલીસ ટીમે ઝડપી પાડ્યો
Next articleરાજુલા નજીક આગરીયા પાસે અકસ્માત થતા પુત્રની નજર સામે જ પિતાનું કરૂણ મોત