ઝારખંડ મોબ લિંચિંગ કેસઃ તમામ ૮ દોષીઓને આજીવન કેદની સજા

591

ઝારખંડની લાતેહાર કોર્ટે બાલૂમાથ મોબ લિંચિંગ કેસના તમામ ૮ દોષીઓને આજીવન કેદની સજા સંભળાવી છે. સાથોસાથ તમામને ૨૫-૨૫ હજારો દંડ પણ ફટકાર્યો છે. દંડ જમા નહીં કરવાની સ્થિતિમાં સજા એક વર્ષ માટે વધી જશે. જેમને સજા ફટકારવામાં આવી છે તેમાં બાલૂમાથનો રહેવાસી અરુણ સાવ, પ્રમોદ સાવ, શાહદેવ સોની, મિથિલેશ સાહૂ, અવધેશ સાવ, મનોજ સાહૂ, મનોજ કુમાર સાવ તથા વિશાલ તિવારીનો સમાવેશ થાય છે.

બાલૂમાથ પોલીસ સ્ટેશનની હદના ઝાબર ગામમાં ૧૭ માર્ચ ૨૦૧૬ના રોજ બે પશુ વેપારીઓની હત્યા કરી તેમના શબને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યા હતા. મૃતક હેરહંજ પોલીસ સ્ટેશનની હદના નવાદા ગામના રહેવાસી મજલૂમ અંસારી (૩૫ વર્ષ) અને છોટૂ ઉર્ફે ઈમ્તિયાજ (૧૮ વર્ષ) હતા. બીજા દિવસે ઘટના સામે આવ્યા બાદ ખૂબ જ હોબાળો થયો હતો. આ મામલામાં આઠ લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જેમને કોર્ટે આ કાંડના દોષી માન્યા. ત્યારબાદ બુધવારે તમામ આરોપીઓની કાયદાકિય કસ્ટડીમાં લઈને જેલ મોકલી દેવામાં આવ્યા.

૨૦૧૬માં જ્યારે આ ઘટના બની હત તો તેના પડઘા સંસદમાં પણ સંભળાયા હતા. ત્યારબાદ પોલીસે ત્વીરીત કાર્યવાહી કરતાં ૧૮ માર્ચે જ ૫ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. જ્યારે ત્રણ આરોપીઓને બાદમાં ૨૨ માર્ચે સરેન્ડર કરી લીધું હતું.

Previous articleશાંતાક્લોઝ પોષાકનું બજારમાં વેચાણ
Next articleશિક્ષણ પર ખર્ચને વધારી છ ટકા કરવાની તાકીદની જરૂર