શહેરના જુની વિઠ્ઠલવાડીના રહેણાંકી મકાનમાં એલસીબી ટીમે બાતમી રાહે રેડ કરી ઈંગ્લીશ દારૂનો જથ્થા સાથે એક શખ્સને ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
લોકલ ક્રાઈમ બ્રાંચના સ્ટાફના માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન વિઠ્ઠલવાડી ચોકમાં આવતા બાતમી રાહે હકિકત મળેલ કે, જુની વિઠ્ઠલવાડી, પ્લોટ નં.-૭૦૧માં રહેતો હિરેન ઉર્ફે પકો રાજુભાઈ તેના રહેણાંકી મકાનને ગેરકાયદે રીતે પરપ્રાંતિય ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા મકાને હિરેન ઉર્ફે પકો ચૌહાણ હાજર મળી આવેલ. તેના મકાને ઈંગ્લીશ દારૂની બોટલ નંગ મોટી-૩૧ અને રપ ચપ્ટા મળી કુલ રૂા.૧૭,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તેના વિરૂધ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહી. એક્ટની અલગ-અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ છે.