રાજુલામાં સફાઈ કામદારોની સમસ્યાનો અંત

579

રાજુલા નગરપાલિકાનો પ્રાણ પ્રશ્ન સફાઈ કામદારોની ગંભીર સમસ્યાનો અંત, ચીફ ઓફીસર નસીત, પ્રમુખ બાધુબેન, ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી, ચેમ્બર ઓફ કોમર્સ  સોા સાથે મળી ચાર ટેન્ડરો મંગાવતા ઉનાના વાલ્મીકી સમાજને કામ સોપાયું ૧૦૦- સફાઈ કામદારોને રોજી રોટી મળશે શહેરમાં ગંદકીથી હાશકારો થશે.

ઘણા સમયથી રાજુલા નગરપાલિકાના સફાઈ કમાદારોને છુટા કરી દેવાયેલાથી વાલ્મીકી સમાજ દ્વારા આંદોલનના માર્ગે ચડવા મજબુર થયેલ ત્યારે આંદોલન છાવણીની મુલાકાતે પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકી એ જ સફાઈ કમદારોને આશ્વાસન આપેલ અને શાંતી પુર્વક આ પ્રશ્નનો હલ થાય તેમ છે નહીં કે આંદોલનથી ? તેમ છતા સફાઈ કામદારો પોતાની રોજી રોટી મો અહીંથી તહી ભટકવા લાગેલ અને સૌએ કોણીએ ગોળ ચોંટાડી દીધેલ અને તેના હિસાબે ૧૦૦ સફાઈ કામદારોની રોજી રોટી તો બંધ થઈ પણ રાજુલા શહેરમાં સફાઈ ન થવાથી ગંદકીના ગંજ ખડકાયા અંતે રાજુલા ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરાએ મધ્યસ્થી કરી પ્રમુખ બાધુબેન વાણીયા ઉપપ્રમુખ યુવા નેતા છત્રજીતભાઈ ધાખડા, ચીફ ઓફિસર ઉદ્યયભાઈ નસીત અને જેણે વચન આપેલ આંદોલન છાવણીમાં તે હિરાભાઈ સોલંકી પાસે આવેલ રજુઆતને ધ્યાને લઈ સૌ સાથે મળી ર૦૦ સફાઈ કામદારોના કોન્ટ્રાકટ માટે ૪ ટેન્ડર મંગાવતા ઉનાના વાલ્મીકી સમાજનું ટેન્ડર ખોલતા ઉનાના વાલ્મીકી સમાજને ૧૦૦ રાજુલાના સફાઈ કામદારોમાં માત્ર ૩પ હતા તે હવે ફુલ ૧૩પ સફાઈ કામદારો બે દિવસમાં રાજુલા શહેરની મેઈન બજારો શહેરની તમામ સોસાયટીને ગંદકી મુક્ત થશે આ બાબતે તમામ શહેરીજનો તેમજ આઉટ સ્ટેટના કંપનીના બાહુ સંખ્યક કામદારોએ રાહતનો દમ ખેચ્યો હતો અને આ બાબતે સફાઈ કામદારોની બંધ પડેલ રોજી રોટી માટે જહેમત ઉઠાવેલ ચીફ ઓફિસર ઉદયભાઈ નસીત, પ્રમુખ બાધુબેન વાણીયા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા, દિપભાઈ ધાખડા, કારોબારી ચેરમેન રાહુલભાઈ ધાખડા તેમજ ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ બકુલભાઈ વોરા અને પુર્વ સંસદીય સચીવ હીરાભાઈ સોલંકીનો તમામ વેપારીઓ ગામ આગેવાનો અને તમામ સફાઈ કામદારોએ આભાર વ્યક્ત કરેલ.

Previous article૭ વર્ષ પુર્વે ૪૦ લાખના ખર્ચે શાળા બનાવી હવે લાખોના ખર્ચે રંગ રોગાન કામ શરૂ કર્યુ
Next articleઅમદાવાદ છેતરપીંડીના ગુનામાં ૩ વર્ષથી ફરાર શખ્સને ભાવનગરથી પોલીસે ઝડપી લીધો