નાગેશ્રીમાં સિંહે બળદનું મારણ કર્યુ બાલાની વાવમાં સિંહ બાળનું મોત

607

જાફરાબાદ નાગેશ્રીમાં સિંહનો આંતક કાઠી ક્ષત્રિય ના બળદનું મારણ તેમજ નાગેશ્રી પાસે બાલાની વાવ ફોર ટ્રેક રોડ પર સિંહ બાળને અજાણ્યા વાહન ચાલક હડફેટે લઈ મોતને ઘાટ ઉતારી પલાયત મૃત સિંહ બાળને વન વિભાગ દ્વારા એનીમલ્સકેર બાબારોટ ખાતે અંતિમ વિધી કરાઈ.

જાફરાબાદની નાગેશ્રી અને બાલાનીવાવ ખાતે બે અણબનાવ નાગેશ્રીના કાઢી ક્ષત્રિય કનુભાઈ વરૂના કિંમતી બળદનું સિંહ પરિવાર દ્વારા મારણ કર્યુ અને બાલાની વાવ નવો બનાવો ફોરટ્રેક રોડ પર સવારે સિંહ બાળને અજાણ્યા ટ્રક ચાલકે કચડી મૌતને ઘાટ ઉતારી પલાયન થઈ ગયો આ બન્ને બાબત વન વિભાગ દ્વારા છુટા કરી દેવાયેલ વનકર્મીઓ જે રાતદિવસ અંધારામાં પણ સિંહોનું લોકેશન લેતા દીલુભાઈ વરૂ, અશોક જોળીયા તેમજ નાગેશ્રીના વન કર્મીઓને વન વિભાગ ફરી જોઈન્ટ કરવા જોઈએ બલાણા ગામનો પણ અજબ કિસ્સો એક માલધારીને દિપડાએ ફાડી ખાધો ૧પ દિવસમાં પ દિપડા એક જ ગામ બલાણામાંથી આરએફઓ રાજલબેન પાઠક દ્વારા પ દિપડાને પકડી પાડી દુર દુર સ્થળંતર કરાયું ત્યા નાગેશ્રી ખાતે કનુભાઈ વરૂના બળદનું મારણ અને બાલાની વાવ ગામે સિંહ પરિવાર રસ્તો ઓવર ટ્રેક કરતા સિંહ પરિવાર નિકળી ગયો અને સિંહ બાળ ટ્રક હડફેટે મોતને ભેટયું આ બધાયનો સાર અકે જ છે વન કર્મીઓને પરત બોલાવી સિંહોની અને ગ્રામજનોની સલામતી માટે ફરી જોઈન્ટ કરવા લોકમાંગ ઉઠાવામાં આવી છે.

Previous articleસિહોરની સંસ્કૃતિ સ્કુલમાં ખાદી પ્રત્યે જાગૃતિ અર્થે સેમિનાર યોજાયો
Next articleનશામાં ચુર ચોકીદારે સંપનો વાલ્વ ખુલ્લો રાખી દેતા પાણી ફરી વળ્યા