શેલ્બી લિમિટેડએ ૫ ડિસેમ્બર, ૨૦૧૭ને મંગળવારનાં રોજ પ્રીમિયમ સહિત કેશનાં બદલામાં રૂ. ૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં ઇક્વિટી શેર નો આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. ઓફરમાં રૂ. ૪,૮૦૦ મિલિયન સુધીનાં નવા ઇક્વિટી શેર અને ડો. વિક્રમ શાહનાં ૧,૦૦૦,૦૦૦ ઇક્વિટી શેરની ઓફર ફોર સેલ સામેલ છે. ઓફરમાં જાહેર જનતા માટે ઇક્વિટી શેરની નેટ ઓફર અને લાયક કર્મચારીઓ માટે ૧૨૧,૦૦૦ ઇક્વિટી શેરનું રિઝર્વેશન સામેલ છે. ઓફર ૭ ડિસેમ્બર, ૨૦૧૭નાં રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર બિડ/ઇશ્યૂનો ગાળો, જો કોઈ હશે, તો બિડ/ઇશ્યૂ ખુલવાની તારીખનાં એક ચાલુ દિવસનો રહેશે.
જેમાંથી એક તૃતિયાંશ હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સને ફાળવણી માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. સેબી આઇસીડીઆર નિયમનોને અનુરૂપ ઓફરનો લઘુતમ ૧૫ ટકા હિસ્સો સપ્રમાણ આધારે બિન-સંસ્થાગત રોકાણકારો અને ચોખ્ખી ઓફરનો લઘુતમ ૩૫ ટકા હિસ્સો રિટેલ વ્યક્તિગત રોકાણકારોને ફાળવણી માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇઝ પર કે તેનાથી વધારે કિંમત પર માન્ય બિડ્સ મળવાને આધિન છે. આ ઉપરાંત ૧૨૧,૦૦૦ ઇક્વિટી શેર સુધીનાં શેર સપ્રમાણ આધારે લાયકાત ધરાવતા કર્મચારીઓને ફાળવવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે.