યુવરાજ સિંહ સતત નિષ્ફળ જતા આઇપીએલની તેની ટીમ કિંગ્સ ઇલેવન પંજાબે તેનો સાથ છોડી દીધો. યુવરાજનું લગાતાર ઘટી રહેલું ફોર્મ આ માટે જવાબદાર હતું. એક સમયે યુવરાજને ૧૬ કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. યુવરાજ ૧ કરોડમાં વહેચાયો હતો. પણ યુવરાજ સિંહે તેનો મુંહ તોડ જવાબ આપ્યો છે. યુવરાજ સિંહે મુંબઇમાં આયોજીત ટાઇમર ક્રિકેટ લીગના એક મેચમાં પોતાના જૂના મુડમાં આવી જતા ટીમના છોતરા ઉડાવી નાખ્યા હતા. યુવરાજ માત્ર ૯ બોલમાં ૫૮ રન ફટકાર્યા હતા. જેના કારણે તેનું ૨૦૦૭વાળુ ટી ટ્વેન્ટી મૂડ દેખાયું હતું. જેનાથી આઇપીએલમાં તેનો અંદાજ કેવો રહેશે તેનો નમૂનો પણ મળી ગયો છે.
યુવરાજની ટીમે આ મેચમાં ૪ વિકેટે ૧૩૨ રન ફટકાર્યા હતા. જે પછી ૧૨મી ઓવરમાં સિક્સર કિંગ યુવરાજ સિંહ બેટીંગ કરવા માટે આવ્યો હતો. પહેલી ૪ બોલમાં જ તેણે ચાર લાંબા છગ્ગા માર્યા હતા. જે પછીના નો-બોલ પર એક છગ્ગો અને ૧ ચોગ્ગો ફટકાર્યો હતો. આગામી પાંચ બોલમાં ૩ છગ્ગા અને ૨ ચોગ્ગા સાથે ૨ રનની મદદથી ૯ બોલમાં ૫૮ રન ફટકાર્યા હતા. ત્યાં સુધીમાં કિંગ્સ ઇલેવન પંજાબને પોતાની ભૂલનો અહેસાસ થઇ ચૂક્યો હતો અને યુવરાજને ૧ કરોડમાં જ ખરીદ્યા બદલ મુંબઇ ઇન્ડિયન્સ ગેલમાં આવી ગયું હતું.