‘મેરા બુથ સબસે મજબૂત’ઃ ભાજપ મહિલા મોરચામાં પીએમ મોદીએ આપ્યું નવું સૂત્ર

572

ત્રિમંદિર ખાતે ભાજપ દ્વારા આયોજિત મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે વડાપ્રધાન પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે હોઈ તેઓ આ મંચ પરથી દેશની મહિલાઓને સંબોધન કર્યું હતું. ત્યારે સીએમ રૂપાણી અને જીતુ વાઘાણી પણ આ અધિવેશનમાં હાજર રહ્યા હતા. આ અધિવેશમાં હાજરી આપવા માટે દેશના અનેક રાજ્યોમાંથી ભાજપ મહિલા કાર્યકરો આવી પહોંચી છે.

ભાજપ દ્વારા આયોજિત મહિલા મોરચા રાષ્ટ્રીય અધિવેશનનો આજે બીજો અને અંતિમ દિવસ છે. ત્યારે વડાપ્રધાન પીએમ મોદી હાલ ગુજરાતના પ્રવાસે હોઈ તેઓ આ મંચ પરથી દેશની મહિલાઓને સંબોધન કર્યું હતું. આજે તમામ મુદ્દાઓની વચ્ચે માયા કોડનાની રાજકારણમાં સક્રિયતા અંગે મહિલા કાર્યકર્તાઓમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી. જેનું કારણ હતું માયા કોડનાનીને રાષ્ટ્રીય કર્યક્રમમાં અપાયેલું મંચ પરનું સ્થાન. ભાજપ મહિલા મોરચા રાષ્ટ્રીય કારોબારીના બીજા દિવસે રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ પ્રધાન તથા નરોડા ગામ કેસમાં આરોપી માયા કોડનાની હાજર રહ્યા હતાં. જેમને ભાજપના રાજ્ય અને કેન્દ્રના પદાધિકારીઓ સાથે મંચ પર સ્થાન આપવામાં આવ્યું હતું.

 

Previous articleસૂરતમાં ૨૪ કલાકમાં દારૂની બે મહેફિલો ઝડપાતા ચકચાર, ૨૧ મહિલાની ધરપકડ
Next articleરાજ્યમાં ઠંડીનું પ્રમાણ યથાવત્‌, પવનનું જોર ઘટતાં લોકોને રાહત