શહેરના નિલમબાગ નજીક આવેલી કુમારશાળા ખાતે યુવરાજ જયવીરરાજસિંહજી સહિત રાજવી પરિવારની ઉપસ્થિતિમાં ખેલ નિદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બાળકોએ કરેલી પરેડની યુવરાજ સાહેબે સલામી ઝીલી હતી ત્યાર બાદ બાળકો દ્વારા વિવિધ રમતોનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેને રાજવી પરિવારે નિહાળી બાળકોને શુભેચ્છા સાથે પ્રોત્સાહિત કર્યા હતાં.