ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના વોર્ડ નંબર- ૩માં આજરોજ મા નર્મદા મહોત્સવ અંતર્ગત આવેલા મા નર્મદા રથનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર પ્રવિણભાઇ પટેલ, ગાંધીનગરના ધારાસભ્ય અશોકભાઇ પટેલ, પંચદેવ મંદિરના ફૂલશંકર શાસ્ત્રી સહિત કોર્પોરેટરો દ્વારા મા નર્મદા મૈયાની આરતી ઉતારીને પૂજા અર્ચના કરવામાં આવી હતી. આ રથ આજે સાંજના પંચદેવ મંદિરથી પ્રસ્થાન કરીને વોર્ડ નંબર – ૩માં સમાવેશ સેકટર- ૧૯, ૨૦, ૨૧ અને ૨૨ માં ફર્યો હતો. નર્મદા રથનું સેકટરના વિવિધ સ્થળોએ ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રથ પ્રસ્થાન સમયે ગાંધીનગર મહાનગર પાલિકાના કોર્પોરેટરો, પૂર્વ મેયર મહેન્દ્રસિંહ રાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર બારૈયા સહિત સેકટર-૨૨ના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.