હૈદરાબાદનો આઠ વર્ષનો એક છોકરો ઓસ્ટ્રેલિયામાં આવેલો સૌથી ઊંચો પર્વત ચડી ગયો હતો અને આવુ કરનાર તે વિશ્વનો પહેલો યુવાન બન્યો છે. આ પહેલા, તે આફ્રિકાનૌ સૌથી ઊંચો પર્વત માઉન્ટ કિલીમાંજરો (તાન્જાનિયા) પર્વત ચઢી ગયો હતો. હવે તેણે બીજુ પરાક્રમ કર્યુ છે અને ઓસ્ટ્રેલિયાનો સૌથી ઊંચો પર્વત ચઢી ગયો છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ પરાક્રમ કરનાર બાળકનું નામ છે સામાન્યુ પોથુરાજુ. તેણે ઓસ્ટ્રેલિયામાં ૨,૨૨૮ મિટર ઊંચાઇ વાળો માઉન્ટ કોસીત્કો ચઢી ગયો હતો. તેની સાથે અન્ય પાંચ લોકો પણ તેની સાથે હતા.
જેમાં તેની માતાનો પણ સમાવેશ થાય છે. તેણે મીડિયાને જણાવ્યું કે, અત્યાર સુંધીમાં હું કુલ ચાર પર્વતો ચઢ્યો છું. હવે પછી હું, જાપાનમાં આવેલો માઉન્ટ ફુજી ચઢવા જઇશ. હું ભારતીય વાયુ સેનામાં ઓફિસર બનવા માંગુ છુ.
સામાન્યુ શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારથી જ તેને પર્વતારોહણનો શોખ જાગ્યો હતો અને આ પછી તેણે પાછુ વાળીને જોયુ નથી. મહત્વની વાત એ છે કે, સામાન્યુએ જ્યારે ઓસ્ટ્રેલિયામાં પર્વતારોહણ કર્યુ ત્યારે તેલગાંણામાં હાથે વણેલા કપડા પહેર્યા હતા.
તેણે કહ્યું કે, અમે જ્યારે પણ પર્વતારોહણ કરી છીએ ત્યારે તેની પાછળ કોઇ ઉદ્દેશ્ય હોય છે. આ વખતે અમે હાથવણાટ કામને વેગ આપવા માટે પર્વતારોહણ કર્યુ હતું.