મહાગઠબંધન એ સમૃદ્ધ રાજવંશોની ક્લબ છેઃ પીએમ મોદી

870

મેરા બૂથ સબસે મજબૂત કાર્યક્રમ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચેન્નઈ મધ્ય અને ઉત્તર, મદુરાઈ, તિરુચિરાપલ્લી અને તિરુવલ્લુવરના બૂથ કાર્યકરો સાથે વીડિયો સંબોધન દ્વારા વાતચીત કરી હતી. આ દરમિયાન પીએમએ કહ્યું કે આજે ઘણા નેતાઓ મહાગઠબંધનની વાતો કરે છે. આ ગઠબંધન વ્યક્તિગત અસ્તિત્વ માટે છે, ન કે વિચારધારા આધારિત સમર્થન માટે. આ ગઠબંધન સત્તા માટે છે લોકો માટે નથી. પીએમએ કાર્યકર્તાઓને જૈન કમિશનની યાદ અપાવતા તેમણે કહ્યું કે કમિશન પર કોંગ્રેસ અને દ્રમુક ક્યાં ઊભા હતા તે કોઈ ભૂલી શક્યું નથી. તે સમયે કોંગ્રેસે કહ્યું હતું કે અમે છીએ અથવા તો દ્રમુક છે. પરંતુ આજે તેઓ બંને સાથે છે. જો આ અવસરવાદ નથી, તો તેમના ગઠબંધનનું કારણ શું છે.

આ કથિત મહાગઠબંધન સમૃદ્ધ રાજવંશોઓનું એક ક્લબ છે. જે માત્ર પરિવારના શાસનનું વચન આપે છે. પીએમએ કહ્યું કે લોકો તેમના અવસરવાદને જોઈ શકે છે અને આ પ્રકારના અસંગત ગઠબંધનને ક્યારેય સ્વીકારશે નહીં. કાર્યકર્તા માતૃભૂમિ માટે જેટલા સન્માન અને ગૌરવથી ભરેલા રહેશે, એટલા વધુ તેઓ લોકો સાથે જોડાયેલા રહેશે. એટલું જ નહીં તેઓ ગરીબો પ્રતિ સંવેદનશીલ રહેશે અને તેનાથી આપણ માટે જીત ખૂબ સરળ બની રહેશે. કોંગ્રેસ લોકો વચ્ચે જૂઠાણું ફેલાવી રહી છે. તેઓ આપણા દેશની પ્રગતિ વિશે લોકોને ભ્રમિત કરવા માટે કોઈ પ્રયાસ નથી છોડી રહ્યા.

પીએમ મોદીએ કાર્યકર્તાઓને કહ્યું કે આજે ભારત તીવ્ર ગતિએ આગળ વધી રહ્યો છે. ભારતના સ્વપ્નો, અપેક્ષાઓ અને ઇચ્છાઓ પણ તે જ ઝડપથી વધી રહી છે. શહેર આર્થિક પ્રવૃત્તિઓથી પરેશાન છે. મેં હંમેશાં કહ્યું છે કે શહેરીકરણ ક્યારેય કોઈ પડકાર નથી, પણ એક તક છે. અમારા પ્રયાસો પરિણામ દર્શાવી રહ્યા છે. એક આંતરરાષ્ટ્રીય શોધનું કહેવું છે કે આગામી ૨ દશકામાં વિશ્વના સૌથી વધુ ઝડપથી વિકસતા શહેરોમાં ટોપ ૧૦ ભારતના જ હશે.

Previous articleઈન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટતા સુનામીનું તાંડવ, ૨૨૨ લોકોનાં મોત
Next articleઅક્ષય અને દિપિકાથી એમી જેક્સન ભારે પ્રભાવિત રહી