મેં તો સાત વર્ષની વયે અમિત સર સાથે કામ કરેલું : ફાતિમા સના શેખ

1427

સુપર સ્ટાર આમિર ખાનની સુપરહિટ ફિલ્મ દંગલ ફેમ અભિનેત્રી ફાતિમા સના શેખે એવો દાવો કર્યો હતો કે મેં તો સાત વર્ષની વયે આજના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સર સાથે ફિલ્મ કરી હતી. ’અમિતાભ સર અને કરિશ્મા કપૂરને ચમકાવતી એક ફિલ્મ જમાનત બની હતી જે કોઇ અકળ કારણસર કદી રિલિઝ ન થઇ. એ ફિલ્મમાં મેં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. મેં ઠગ્સ ઑફ હિન્દુસ્તાન ફિલ્મ કરતી વખતે અમિત સરને પણ આ વાત કરી હતી પરંતુ એેમણે એટલી બધી ફિલ્મો કરી છે કે એમને આ વાત યાદ ન આવી’ એમ ફાતિમાએ કહ્યું હતું. એણે કહ્યું  કે આ ફિલ્મમાં અમિત સરે અંધ વ્યક્તિનો રોલ કર્યો હતો. હું એ સમયે છ કે સાત વર્ષની હોઇશ. મને પોતાને પણ આ ફિલ્મની વધુ વિગતો યાદ નથી પરંતુ ટ્રેજેડી એ છે કે આ ફિલ્મ કદી રજૂ ન થઇ. એણે વધુમાં કહ્યું કે ઠગ્સ ઑફ હિન્દુસ્તાન માટે મેં અત્યંત આકરી તાલીમ લીધી હતી એટલે આ ફિલ્મ ફ્લોપ નીવડવાથી હું ખૂબ નિરાશ થઇ ગઇ હતી. મેં  આ ફિલ્મ પાસે બહુ મોટી અપેક્ષા રાખી હતી. આમિર સર સાથે મારી આ બીજી અને અમિત સર તથા કેટરિના કૈફ સાથે મારી આ પહેલી ફિલ્મ હતી.

Previous articleરણવીર પોતાની માતા અને બહેનથી સૌથી વધારે ડરે છેઃ દીપિકા પાદુકોણ
Next articleસીની સિંહએ કરી ઘોડેસવારી!