નસીરૂદ્દીન શાહ સમાજમાં ઝેર ઘોળવાનું કામ કરી રહ્યા છે : સાક્ષી મહારાજ

754

ભાજપના સાંસદ સાક્ષી મહારાજે બોલિવૂડ અભિનેતા નસીરૂદ્દીન શાહ પર આકરા પ્રહાર કર્યા છે. સાક્ષી મહારાજે કહ્યું કે, નસીરૂદ્દીન શાહ સમાજમાં ઝેર ઘોળવાનું કામ કરી રહ્યા છે. નસીરૂદ્દીન શાહે દેશની જનતા માફ નહી કરે. આ પ્રકારના નિવેદન આપનાર નસીરૂદ્દીને માફી માગવી જોઈએ. સાક્ષી મહારાજે નસીરૂદ્દીનનું નિવેદન રાજનીતિથી પ્રેરિત હોવાનું જણાવ્યું છે. સાક્ષી મહારાજે વધુમાં જણાવ્યુ કે, જ્યારે દેશ સળગી રહ્યો હતો ત્યારે નસીરૂદ્દીન ક્યા હતા. આજે દેશની સ્થિતિ સામાન્ય છે ત્યારે તેમને ડર લાગી રહ્યો છે.

નસીરૂદ્દીનને દેશમાં ડર લાગતો હોય તો તેમણે સુરક્ષીત જગ્યાએ આશરો લેવો જોઈએ. નસીરૂદ્દીન શાહ ૨૦૧૯ની ચૂંટણી પહેલા જાણીજોઈને આ પ્રકારનું નિવેદન આપી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે, નસીરૂદ્દીન શાહે મોબ લિંચિંગ અને પોતાના સંતોનની સુરક્ષાને લઈને ડર પર નિવેદન આપ્યું હતું કે ઘણી જગ્યાએ પોલીસ અધિકારીઓઝી વધારે ગાયની હત્યાને મહત્વ આપવામાં આવી રહ્યું છે. દેશમાં ઝેર ફેલાયું છે, લોકોને કાયદો હાથમા લેવાની છૂટ મળી ગઈ છે. જે બાદ દેશમાં રાજકારણ ગરમાયું છે.

Previous articleપર્થની પિચને એવરેજ રેટિંગ મળતાં સચિન તેંડુલકર નારાજ
Next articleમુંબઈના ભૂતપૂર્વ શેરીફ, સમાજસેવક નાના ચુડાસમાનું ૮૬ વર્ષની વયે નિધન