જાણીતા રામકથાકાર મોરારીબાપુની હાલમાં અયોધ્યામાં રામકથા ચાલી રહી છે.જેમાં મોરારીબાપુએ મુંબઈની સેક્સ વર્કર્સને પણ તેમણે ખાસ આમંત્રણ આપીને બોલાવી છે. જોકે અયોધ્યામાં એક હિન્દુ સંગઠને મોરારીબાપુના આ પગલાનો વિરોધ કર્યો છે.તેમણે આ અંગેની ફરિયાદ યોગી આદિત્યનાથને કરી છે.
મોરારી બાપુએ શનિવારે મુંબઈથી આવેલી ૨૦૦ જેટલી સેક્સ વર્કસ સમક્ષ કથા કરી હતી.જેનો અંહીના ડંડિયા મંદિરના મહંત ભારત વ્યાસે વિરોધ કરીને કહ્યુ હતુ કે ભગવાન રામની જન્મભૂમિ પર સેક્સ વર્કરના આવવાથી ખોટો સંદેશો જશે. જ્યારે જ્યોતિષ શોધ સંસ્થાનના પ્રમુખ પ્રવીણ શર્માએ કહ્યુ હતુ કે મેં આ અંગે સીએમને ફરિયાદ કરી છે.તેઓ જો સેક્સ વર્કરના જીવનમાં બદલાવ લાવવા માંગતા હોય તો તેમણે તેમને પૈસા વહેંચવા જોઈએ.
જ્યારે ધર્મ સેનાના પ્રમુખ સંતોષ દુબેએ કહ્યુ હતુ કે મોરારી બાપુ શહેરની પવિત્રતા નષ્ટ કરી રહ્યા છે. જોકે મોરારીબાપુનુ કહેવુ છે કે તુલસીદાસે ગણિકાઓ અંગે રામાયણમાં તેમના જીવન બદલવાની વાત કરી છે.હું વંચિત સમાજના મુદ્દા ઉઠાવતો રહીશ.
ઉલ્લેખનીય છે કે મુંબઈમાં કમાટીપુરાની મુલાકાત દરમિયાન તેમણે સેક્સ વર્કર્સને અયોધ્યા આવવા માટે આમંત્રણ આપ્યુ હતુ.