તમિલનાડુના રાજયપાલ બનવારીલાલ પુરોહિતે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આજે તા. ૨૩મી, ડિસેમ્બરના રોજ તમિલાનાડુના રાજયપાલ બનવારીલાલ પુરોહિતે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સૌપ્રથમ પ્રતિમાના નિર્માણકાર્ય અંગે માહિતી મેળવી હતી. બાદમાં તેઓએ વ્યુંઇંગ ગેલેરી જઇ વ્યુંઇંગ ગેલેરીથી સરદાર સરોવર ડેમ તથા આજુબાજુના સૌંદર્યનો નજારો માણ્યો હતો. આ ઉપરાંત તેઓએ એમ્ફી થિયેટર આમ નાગરિકો સાથે બેસી આમ આદમીની જેમ સરદાર પટેલના જીવન પર બનેલી ફિલ્મ નિહાળી લાયબ્રેરી અને પ્રદર્શનીનું પણ નિરીક્ષ કર્યું હતું. પ્રદર્શનીમાં રહેલી વિઝીટ બુકમાં નોંધ કરતા તેમણે લખ્યું હતું કે, ૫૬૨ રજવાડાઓને એક કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર સરદાર પટેલને સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી મહાન શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે એમ નોંધ્યું હતું. બાદમાં તેમણે વેલી ઓફ ફ્લાવર્સ ખાતે યોજવામાં આવેલા ફ્લાવર શૉ નિહાળી તેઓ સરદાર સરોવર ડેમની મુલાકાતે ગયા હતા. તેઓએ ડેમની ઉપર સુધી જઇ વિશાળ સરદાર સરોવર તથા આજુબાજુનું સૌંદર્ય પણ નિહાળ્યું હતું.