જસદણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાનો ૧૯,૯૮પ મતોથી વિજય થતા ભાવનગર શહેર-જિલ્લા ભાજપ દ્વારા શહેરના ઘોઘાગેટ ચોક ખાતે સાંજે ફટાકડાની આતશબાજી કરી હતી જેમાં શહેર ભાજપ પ્રમુખ સનતભાઈ મોદી, જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ, મહામંત્રી મહેશ રાવલ, વનરાજસિંહ ગોહિલ, રાજુભાઈ બાંભણીયા, મ્યુ. ચેરમેન યુવરાજસિંહ, ડે. મેયર અશોક બારૈયા, ભાજપના હોદ્દેદારો, નગરસેવકો, વોર્ડ પ્રમુખો, યુવા મોરચા, કાર્યકરો વિગેરે જોડાયા હતાં.