તળાજા, મહુવા, પાલિ. પંથકની શાળામાં શિક્ષણ પ્રેમી દાતાઓ તરફથી સખાવત

1112

તળાજા – પાલિતાણા તેમજ મહુવા પંથકની ૭૦ જેટલી શાળાઓ, શૈક્ષણિક સંસ્થાઓને મુંબઈ સ્થિત શિક્ષણ પ્રેમી દાતાઓની ઉદાર સખાવતથી વિવિધ શૈક્ષણિક સામગ્રી સાથે ઈલેકટ્રોનિક વસ્તુઓ ફાળવવામાં આવી છે. શાળામાં અભ્યાસરત બાળકોના શિક્ષણના લાભાર્થે સુશિલાબા પરમાણંદ શાહ, મુંબઈની પ્રેરણાથી પ્રાર્થના હોલ, એલઈડી ટીવી, કમ્પ્યુટર સેટ, માઈક સિસ્ટમ, સંગીત તેમજ રમતગમતના સાધનો, ટેબલ, ખુરશી, કબાટ, પંખા, ગ્રીન બોર્ડ, શોકેસ બોર્ડ, પ્રોજેકટર, હેડફોન, ફાઈક્રફોન, હિંચકા, લપસણી, કપડા, શૈક્ષણ કિટ, દફતર સહિતની વસ્તુઓ વિનામુલ્યે ફાળવી આપી છે. જેમાં નિર્મળાબેન શાંતિલાલ, સુરજબેન ચુનીલાલ શાહ, હેમલતાબેન રજનીભાઈ શાહ, જયાબેન પ્રવિણચંદ્ર શાહ, રીટાબેન મિલનભાઈ શાહ, નવનીતભાઈ પરમાણંદભાઈ વોરા, સ્વ. પ્રભુદાસ જેઠાલાલ શાહ, કાંતાબેન મનસુખલાલ ગાંધી, ઈન્દુબેન બિપીનભાઈ શાહ, કરણભાઈ અનિલભાઈ શાહ. સ્વ. જાદવજી જેઠાલાલ શાહ, રેણુબેન અનિલભાઈ શાહ, ડો. મોનાબેન અમિતભાઈ શાહ, દિપીકાબેન સતિષભાઈ શાહ, સવિતાબેન નાગરદાસ શાહ ભદ્રાવળ વાળા, ચંદ્રાબેન મહિપતભાઈ ગાંધી, શિમ્પલબેન રાહુલભાઈ ગાંધી, નિલોનીબેન એમ. શાહ, વત્સલભાઈ વી. શાહ, વૈશાલીબેન એચ. શાહ, મિતાબેન વી. શાહ, જહાન્વિબેન તથા મિલોની શાહ, જયાબેન શામળદાસ વોરા તેમજ મનિષાબેન ધીરજલાલ શાહ સહયોગી રહ્યા છે.

છેલ્લા તેર વર્ષથી શિક્ષણ સહાયની અવિરત પ્રવૃત્તિઓ આ વીસ્તારમાં શરૂ રહી છે. જેના પ્રેરણારૂપ પરમાણંદભાઈ અમૃતલાલ શાહ – ભદ્રાવળ વાળા રહ્યા છે. ભાવનગર જિલ્લાના ગોપનાથ, પાદરી, તરસરા, જુનાપાદર, પીપરલા, મોટી પાણીયાળી, નાની પાણીયાળી, ઠાડચ, રાજસ્થળી, ઘેટી, ચુડી, જાળિયા, અનિડા, દુધેરી, ઠળિયા, દેવલી, હડમતિયા, ગરાજિયા, લાખાવાડ, રાજપરા સહિતના ૭૦ જેટલા ગામોની શાળાઓમાં આ શૈક્ષણિક સામગ્રી ફાળવી આપવામાં આવી છે.

Previous articleક્રિસમસ નિમિત્તે દેવળોમાં ઝળહળાટ
Next articleતા.૨૪-૧૧-ર૦૧૮ થી ૩૦-૧૨-ર૦૧૮ સુધીનું સાપ્તાહિક  રાશી ભવિષ્ય