વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટમાં ગુજરાતના શહેરોના વિકાસની ગાથા સાથે શહેરીકરણની ભાવિ જરૂરિયાતને પહોંચી વળવા માટે આવતી કાલની વ્યવસ્થા માટે આજે વિચારવાના અભિગમ સાથે તજજ્ઞો વિચાર વિમર્શ કરશે.
ગુજરાતમાં વધતા જતા શહેરી કરણ અને શહેરી સુવિધાઓની વધતી જતી માંગને ધ્યાનમાં રાખીને ’મોબિલિટી લેડ અર્બન ડેવલપમેન્ટ’ પર સેમિનાર અને લેક્ચર સિરીઝનું આયોજન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ના દ્રિતિય દિવસે કરાશે. શહેરી વિકાસ અને આવાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પૂરીએ આ સંદર્ભે વિગતો આપી હતી.
ઝડપી વિકસતા શહેરોમાં વિકાસની તકોને જાણવી અને પડકારોની શોધી ઉકેલ લાવવા તજજ્ઞોનો શહેરોને વધારે રહેવાલાયક અને માણવાલાયક બનાવવા, શહેરમાં સ્થળાંતરિત લોકોને યોગ્ય સુવિધાઓ પ્રાપ્તિ માટે હકારાત્મક અભિગમ અપનાવવો, શહેરોને સ્વચ્છ અને સુવિધાસભર બનાવવા સમૂહ ચિંતન, અદ્યત્તન ટેક્નોલૉજીનો ઉપયોગ, ર્પાકિંગની સમસ્યાનો ઉકેલ, વ્હિકલનું શેરિંગ, ઈલેક્ટ્રિક વ્હિકલના ઉપયોગ, – શહેરના પર્યાવરણને સ્વચ્છ બનાવી વધારે રહેવાલાયક બનાવી શકાશે, નાગરિકોના સ્વાસ્થ્ય, સલામતી માં પણ વધારો થશે