રાજુલા સ્વામીનારાયણ ગુરૂકુળ મંદિરે ભવ્ય શાકોત્સવ તથા ધર્મસભા યોજાઈ

1271

રાજુલા શહેરના સ્વામીનારાયણ ગુરૂકુળ મંદિરે ભવ્ય શાકોત્સવ વડતાલ ગાદીપતિ લાલજી મહારાજની અધ્યક્ષતામાં તેમજ ગઢડાના કોઠારી સ્વામી તેમજ અનેક સંપ્રદાયના સંતો અને ૪૦૦૦ ઉપરાંત હરીભક્તોની હાજરીમાં ઉજવાયો મહંત હરીનંદન સ્વામી દ્વારા આગેવાનો સહિત સન્માન સમારોહ યોજાયો હતો.

આજે રાજુલા શહેરના ગુરૂકુળ વડતાલવાસી સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીનારાયણ મંદિરે વડતાલ ગાદીપતિ આચાર્ય લાલજી મહારાજના અધ્યક્ષસ્થાને વિશાળ ૪૦૦૦ ઉપરાંત સત્સંગીઓ ધર્મપ્રેમી જનતા શહેર અને ગ્રામ્ય વિસ્તારના દરેક જ્ઞાતિ આગેવાનો વિવિધ સંપ્રદાયના સાધુ સંતોની હાજરીમાં ભવ્ય શાકોત્સવ ઉજવાયો તેમજ આ ધર્મ પ્રસંગે ગઢડાના કોઠારીસ્વામીની હાજરી રહેલ અને રાજુલા શહેરના સ્વામીનારાયણ મંદિર (ભેરાઈ રોડ)ના મંદિરના વિશાળ પટાંગણમાં ગુરૂવર્ય પુ.સ.ગ. પુરાણી સ્વામી દેવપ્રકાશજી (કથાકાર)ની દિવ્ય યાદગાર સ્મૃતિમાં અને ધર્મકુળની હાજરીમાં તેમજ ગઢપુર મંદિર પ્રેરીત તેમજ રાજુલા સ્વામીનારાયણ મુખ્ય મંદિર ભક્તિનગર અને સમગ્ર રાજુલા સત્સંગ સમાજના સાથ અને સહકારથી આ દિવ્ય શાકોત્સવનું મહંત હરીનંદદાસજીના તમામ માર્ગદર્શનથી આયોજન થયું અને તેમાં ધર્મધુરંધર ગાદીપતિ લાલજી મહારાજ દ્વારા ધર્મસભાનું આયોજન થયું.

Previous articleજાફરાબાદના અનેક ગામોમાં બે દાયકાથી એસ.ટી. પહોંચી નથી
Next articleપીપાવાવ પોર્ટમાં ગેસની કંપનીમાં આગની મોકડ્રીલ