પીપાવાવ પોર્ટમાં ગેસની કંપનીમાં આગની મોકડ્રીલ

699

રાજુલા નજીક પીપાવા પોર્ટમાં આજરોજ રાજુલા ફાયર ફાઈટર અમરેલી, જાફરાબાદ તેમજ ૧૦૮ અને એમ્બ્યુલન્સોની દોડાદોડી થતા આજુબાજુના ગામના લોકો સફાળા દોડાદોડી કરવા લાગ્યા હતા. જાણવા મળ્યું કે એજીસ ગેસ કંપનીમાં આગ લાગી છે પરંતુ સૌએ તપાસ કરતા આ એક મોકડ્રીલ હતી કે જેમાં આગ લાગે તેવા સમયે કઈ રીતે કામગીરી થઈ શકે પરંતુ આ અંગે જાણકારો દ્વારા એવું જણાવેલ હતું કે જો ખરેખર આ ગેસ કંપનીમાં આગ લાગે તો આજુબાજુનો ૧૦ કિ.મી.નો એરીયા આ ગામની લપેટમાં આવી જાય અને આ ગેસ કંપની પાસે પોતાના ફાયર ફાઈટરો છે જ નહીં તેણે તો પીપાવાવ ઉપર આધાર રાખવી પડે, જ્યારે નિયમ મુજબ તેની પાસે પાણી સ્ટોરેજ હોવું જોઈએ તેટલી ક્ષમતાના પાણીના ટાંકાઓ પણ નથી પરંતુ આ તો મોકડ્રીલ છે. આમાં તો બધુ ગોઠવાયેલ અને બધુ બરાબર ચાલે છે તેવા રીપોર્ટ કરવા માટે યોજાતું હોય છે અને અધિકારીઓની મીઠી નજર તળે ચાલતું હોય છે પરંતુ ખરેખર જ્યારે આગ લાગે ત્યારે આ વિસ્તારમાં ખૂબ જ વિનાશ થશે તેવું જાણકારો માની રહ્યાં છે.

Previous articleરાજુલા સ્વામીનારાયણ ગુરૂકુળ મંદિરે ભવ્ય શાકોત્સવ તથા ધર્મસભા યોજાઈ
Next articleકુંભારવાડા ખાતે ચિત્ર સ્પર્ધા