એસ.ઓ.જી. સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીની માહીતી મેળવતા હતા દરમ્યાન સ્ટાફના પોલીસ કોન્સ. પ્રદીપસિંહ ગોહીલ ને મળેલ બાતમી આધારે અલંગ પો.સ્ટે.નાં ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અબ્દુલ રહીમ સુલેમાન કાજી ઉ.વ.૫૭ રહેવાસી ગામ- ખરોલ, બાકરોલ રોડ, તા.અંકલેશ્વર જી.ભરૂચ વાળાને રાજપરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી અલંગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.