શહેરના ગુલીસ્તા મેદાન ખાતે ચાલી રહેલ ભાગવત સપ્તાહના દસમા સ્કંધ શ્રીકૃષ્ણ ચરિત્રામૃત સપ્તાહમાં આજે કૃષ્ણ જન્મોત્સવની આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં યુનિ.ના ઈન્ચાર્જ કુલપતિ ગીરીશ વાઘાણી સહિત આમંત્રીતો તેમજ યજમાન પરિવાર અને શ્રોતાઓ ઉપસ્થિત રહ્યા હતાં. અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી હતી.