ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક પી.એલ.માલએ લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને આગામી દિવસોમાં યોજાનાર વિધાનસભાની ચુંટણી સંદર્ભે ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાં દારૂ તથા જુગારની બદ્દી નેસ્તનાબુદ કરવા તેમજ નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર, એલ.સી.બી. સ્ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.દરમ્યાન ભાવનગર, ઘોઘા રોડ, દુધરેજીયા હનુમાનજી મંદિર પાસે આવતાં ખુલ્લા મેદાનમાં જાહેરમાં અમુક ઇસમો જાહેરમાં ગંજીપતાનાં પાના વડે તીનપતીનો પૈસા વતી હારજીતનો જુગાર રમતાં દામજીભાઇ કલ્યાણભાઇ મોરી ઉ.વ.૫૦ રહે.ગોકુળનગર, ઘોઘા રોડ, મનિષભાઇ આણંદભાઇ મકવાણા ઉ.વ.૨૩ રહે.ગૈાશાળા,ઘોઘા રોડ, હરેશભાઇ નાગજીભાઇ મેર ઉ.વ.૪૨ રહે.નારેશ્વર સોસાયટી, ઘોઘા રોડવાળાને કુલ રૂ.૮,૬૧૦/-નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધેલ. જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ.
આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં કિરીટસિંહ ડોડિયા, હર્ષદભાઇ ગોહિલ, પ્રદ્યુમનસિંહ ગોહિલ, ચંદ્દસિંહ વાળા, જીતેન્દ્દસિંહ ઝાલા,અજયસિંહ વાઘેલા વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.