બોલો..સ્ક્રીપ્ટ પણ મહત્ત્વની છે એ સૌને હવે સમજાયુંઃ વિધુ વિનોદ

905

નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેતા ફિલ્મ સર્જક તિગ્માંશુ ધૂલિયા પછી હવે અન્ય ખમતીધર ફિલ્મ સર્જક વિધુ વિનોદ ચોપરાએ ટોચના સ્ટાર્સને સાવધાન થવાની તાકીદ કરતાં કહ્યું હતું કે આખરે તો કન્ટેન્ટથી જ ફિલ્મ ચાલે છે એ હકીકત મોડી મોડીય લોકોને સમજાવા લાગી છે.

પોતાની આગામી ફિલ્મ એક લડકી કો દેખા તો ઐસા લગાના ફર્સ્ટ લૂક લોંચિંગ પ્રસંગે મિડિયા સાથે વાત કરતાં વિધુએ કહ્યું કે કોઇ પણ ફિલ્મ સર્જક કે સ્ટારની ફર્સ્ટ પ્રાયોરિટી કન્ટેન્ટ હોવું જોઇએ, બીજી બધી વાત પછી આવે.

અગાઉ એકથી એક ચઢિયાતી હિટ ફિલ્મો આપી ચૂકેલા આ ફિલ્મ સર્જકે કહ્યું કે કથાના પાત્રોને અનુરૃપ સ્ક્રીપ્ટ લખાવી જોઇએ, માત્ર સ્ટારને કેન્દ્રમાં રાખતી સ્ક્રીપ્ટથી લાંબો સમય ચાલી શકે નહીં.’આ સ્ક્રીપ્ટ હું ફલાણા સ્ટાર માટે લખી રહ્યો છું એવું વિચારીને કોઇ રાઇટર લખવા બેસે ત્યારે અજાણતામાં ફિલ્મનું ભાવિ લખી નાખતો હોય છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે સારી સ્ટોરી ધરાવતી ફિલ્મો કરે ત્યારે જ કોઇ અભિનેતા સ્ટારપદને પામે છે. ટ્રેજેડી એ છે કે એ સ્ટાર બની જાય પછી પોતાને કેન્દ્રમાં રાખીને સ્ક્રીપ્ટ લખાવતા થઇ જાય છે અને ત્યાં ફિલ્મની સફળતાને ગ્રહણ લાગી જાય છે’ એમ વિધુએ કહ્યું હતું.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleહું બોલિવૂડમાં પૈસા કે પ્રસિદ્ધિ કમાવા આવ્યો નથીઃ રાજકુમાર રાવ