આગામી પાંચ વર્ષમાં સરકારી તમામ પ્રમાણ પત્રો ઓનલાઇન થશે : રૂપાણી

641

ગુજરાત સરકાર દ્વારા આજે ઓન લાઇન મંજુર થયેલા બીન ખેતી હુકમ પત્રકોનું વિતરણ કરવામાં આવ્યુ હતું.  અમદાવાદના કન્વેન્શન સેન્ટર ખાતે રાજ્યમા મુખ્યમંત્રીએ પ્રતિક હુકમો સોપ્યા હતા સાથે જ નવ નિર્મીત મહેસુલ કચેરીઓનું લોકાર્પણ પણ કર્યુ હતું.  આ પ્રસંગે મહેલુસ પ્રધાન સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.

મહેસુલ કચેરીના લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે,  ભારતીય જનતા પાર્ટની ગુજરાત સરકારને આજે એક વર્ષ પુર્ણ થયુ. અને સરકારે અટલ બિહારી વાજપાઇના જન્મ દિવસને શુસાસન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. ત્યારે મેહસુલ વિભાગની મહત્વની કહેવાતી દ્ગછની કાર્યવાહીના ઓન લાઇન હુકમોનુ આજે મુખ્યમંત્રીએ વિતરણ કર્યુ હતું.  રાજ્યના ૧૧૦૪ લોકોને આજે બીન ખેતી હુકમો આપવામાં આવ્યા હતા. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે, જિલ્લા પંચાયતે ભ્રષ્ટાચારમાં માંજા મુકી છે, સરકાર ભ્રષ્ટાચાર ચલાવા માંગતી નથી કડક હાથે કામ લેશે માટે એનએની કાર્યવાહી ઓન લાઇન કરવામાં આવી છે. વધુમાં તેમણે ઉમેર્યુ કે આવનારા પાંચ વર્ષમાં સરકારી તમામ દાખલા અને મંજૂરીઓ ઓન લાઇન કરી દેવામાં આવશે. જન્મના પ્રમાણ પત્રથી લઇને મૃત્યુના પ્રમાણ પત્ર સુધી તમામ વસ્તુઓ ઓન લાઇન કરવામાં આવશે.

Previous articleટેકાના ભાવે ૯૫૦ કરોડની મગફળીની ખરીદી
Next articleઆગામી બે દિવસ ગાત્રો થીજવી દે તેવી ઠંડીની આગાહી