મહેસાણાની નાગલપુર કોલેજમાં ગુરૂવારે સવારે નાયબ મુખ્યમંત્રીના હસ્તે કોલેજના પ્રથમ વર્ષના ૩,૫૩૪ વિદ્યાર્થીઓને નમો-ઇ-ટેબલેટનું વિતરણ કરાયું હતું. જેમાં તેઓએ વિદ્યાર્થીઓને ધ્યાને રાખી જણાવ્યું કે, બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ આગામી ચૂંટણીમાં ભાજપની સરકાર બનાવી દો તમને પણ ટેબલેટ આપીશું. બીજી બાજુ કોંગ્રેસનું નામ લીધા વગર આડે હાથ લેવાનું ચુક્યા ન હતા. અને સરકાર હતી તે વિદ્યાર્થીઓ અને યુવાનને અભણ રાખવા માંગતી હતી તેમ જણાવ્યું હતું.
મહેસાણા શહેરના નાગલપુર કોલેજ ખાતે જિલ્લાની ૨૬ કોલેજોના ૩૫૩૪ વિદ્યાર્થીઓને ઇ-ટેબલેટ આપવામાં આવ્યું હતું. જેમાં સાંસદ જયશ્રીબેન પટેલએ જણાવ્યું કે, અટલ ઇનોવેશન આઇડિયામાં સંશોધન કરતાં વિદ્યાર્થીઓ માટે રૂ.૫ કરોડનું રોકડ ઇનામ આપવામાં આવશે. જેમાં પ્રથમ સંશોધનને રૂ.૨.૫૦ લાખ, બીજા નંબરને ૧.૫૦ લાખ અને ત્રીજો નંબર લાવનારને રૂ.૧ લાખ આપવામાં આવશે.ભાજપની સરકાર બનાવી દો ટેબલેટ આપીશુ. નિતીન પટેલએ વિદ્યાર્થીઓને જણાવ્યું કે, ટેબલેટ હાથમાં આવતાની સાથે તમે પહેલા સેલ્ફી લેશો તે કરજો એની છૂટ છે, પણ દેવી-દેવતા અને ત્યારબાદ માતા-પિતાના ફોટા રાખજો. તેમજ ટેબલેટના ઉપયોગ વિશે સાવચેતી રાખવા વિદ્યાર્થીઓને ટકોર્યા હતા. જોકે, નાયબ મુખ્યમંત્રીએ આગામી ચૂંટણીને ધ્યાને રાખી કહ્યુ કે, પહેલા વર્ષના વિદ્યાર્થીઓને ટેબલેટ આપ્યું તો બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની માંગણીઓ આવવા લાગી. આગામી ચૂંટણીમાં ભાજપની સરકાર બનાવી દો તમને પણ… એટલું બોલી નાયબ મુખ્યમંત્રીએ વાત અધૂરી મુકી હતી.