મુખ્ય ચૂંટણી કમિશનર એ. કે. જોતિ અને તેમની ટીમ ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા માટે ગુજરાતની મુલાકાતે આવશે. ૨થી ૩ ડિસેમ્બર દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર ૨ દિવસની ગુજરાતની મુલાકાતે આવશે.
તેઓ ગુજરાત આવીને ચૂંટણી પંચની તૈયારીઓ, આચારસંહિતાનું અમલીકરણ, મળેલી અને નિકાલ થયેલી ફરિયાદો, મતદાન કેદ્રો, મતદાર યાદી,
ઉમેદવારીની સ્થિતિ, ઈવીએમ-વીવીપેટ સહિતની વ્યવસ્થા, કર્મચારીઓની ફાળવણી, ઓબ્ઝર્વરની નિમણૂક, કાયદો વ્યવસ્થાની જાળવણી માટે લેવાયેલાં પગલાં સહિતની બાબતોની સમિક્ષા કરશે. સાથે કાયદો વ્યવસ્થાની સ્થિતિની પણ ચૂંટણી પંચ સમીક્ષા કરશે. ચૂંટણી પંચ રાજકીય પક્ષો સાથે પણ બેઠક યોજે તેવી શકયતા છે.
કેન્દ્રીય ચૂંટણી પંચની ટીમ ચૂંટણીના પ્રથમ તબક્કા પહેલા આવનાર છે. ૨ થી ૩ ડિસેમ્બર દરમિયાન આવનારી કેન્દ્રીય ચૂંટણી પંચ ૧૦ સભ્યોની ટીમ સાથે ગુજરાતની મુલાકાતે આવશે. નોંધનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ચૂંટણીને ધ્યાનમાં લઇને તાડામારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચ પણ પ્રથમ તબક્કાની ચૂંટણી પહેલા તમામ તૈયારીઓની સમીક્ષા કરવા ગુજરાતની મુલાકાતે આવશે. ટ્ઠ