કેવડિયા કોલોની ખાતે બનાવાયેલી વિશ્વની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી વિશ્વ પ્રસિદ્ધ થઇ રહી છે. તો પ્રતિમાના પાસે વેલી ઓફ ફ્લાવર્સ બનાવવામાં આવ્યું છે. જ્યાં અત્યારે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. હવે આ ફ્લાવર શોને ૨૦ ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે. પ્રવાસી જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
કેવડીયા વન વિભાગના આરએફઓના જણાવ્યા પ્રમાણે વન વિભાગે પ્રવાસીઓની માંગ સ્વીકારી ફ્લાવર શોને લંબાવવામાં આવ્યો છે. ૧૨ દિવસમાં ૧,૮૮,૦૦૦ પ્રવાસીઓએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. અને નાતાલના દીવસે ૨૨,૦૦૦ પ્રવાસીઓ ઉમટ્યા હતા. ફ્લો અને સરદારની પ્રતિમા બંને એક્તાના પ્રતિકો છે. વિવિધ પ્રાંતોમાંથી આવતા પ્રવાસીઓ પણ એક્તાના પ્રતિક બનશે. તેથી આ વર્ષે ૨૦૧૮ના ફૂલોના પ્રદર્શનની થીમ જેવી વિવિધતામાં એક્તા રાખેલ છે.
નર્મદા નદીના બંને કિનારે ફૂલોની જાતિઓના વિવિધ રંગનું વાાવરણ દર્શાવે છે. જેને નિહાળવા પ્રકૃતિ પ્રેમીઓ માટે એક ઉમદા તક છે. નર્મદા વન વિભાગના નાયાબ વન સંરક્ષકના જણાવ્યા પ્રમાણે વેલીની લંબાઇ આશરે ૧૭ કિલોમીટર છે જેમાં વિવિધ જાતિઓ સહિત ૭૩ મૂળ સ્થાનિક, વૃક્ષો અને ઝાડીઓની ૧૧૫ પ્રજાતિઓનો સમાવેશ કરાયો છે. ફૂલોના પ્રદર્શનમાં જૈવિક વિવિધતામાં એક્તાના વિવિધ થીમ દ્વારા દર્શાવાશે.