ન્યૂ યર પહેલા મનાલીમાં બરફ વર્ષા, સ્વર્ગ જેવો નજારો મળ્યો જોવો

936

નવા વર્ષ પહેલા હિમાચલ પ્રદેશની પર્યટન નગરી મનાલીમાં ફરી બરફ વર્ષા થઈ છે. મનાલીના આસપાસના વિસ્તારમાં સફેદ ચાદર ઓઢી હોય તેવો માહોલ સર્જાયો છે. બુવવારે રાત્રે અહીં બરફ વર્ષા થઈ હતી. ઘાટીમાં અચાનક મોસમ બદલાતા તાપમાનમાં ભારે ઘટાડો થયો છે. મનાલીમાં ૨૭ ડિસેમ્બરે તાપમાન માઇનસ ૫ ડિગ્રી સુધી પહોંચી ગયું હતું. મોસમ વિભાગ તરફથી પ્રદેશમાં શીતલહેરની ચેતાવણી જારી કરવામાં આવી છે. મનાલીમાં બરફ વર્ષાના કારણે પ્રવાસીઓની સંખ્યા વધવા લાગી છે. પ્રવાસીઓ બરફની મજા લેવા માટે ઘાટીમાં પહોંચી રહ્યા છે. ન્યૂ યર પહેલા બરફ વર્ષના કારણે પર્યટનના વેપાર સાથે જોડાયેલા વેપારીઓ ખુશ થઈ ગયા છે.ગુરુવારે મનાલીનું મોસમ એકદમ ક્લિન જોવા મળ્યું હતું અને હળતો તડકો ખીલ્યો હતો. જોકે ઠંડી યથાવત્‌ છે. રસ્તા ઉપર બરફ જામી જવાના કારણે વાહનચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.

Previous articleઆઈએસ મોડ્યુલ : શકમંદો ૧૨ દિવસ માટે રિમાન્ડ ઉપર લેવાયા
Next articleમુંબઈઃ ચેમ્બુરના બહુમાળી એપાર્ટમેન્ટમાં આગ લાગી, ઘણા પરિવારો ફસાયા