ગારિયાધાર તાલુકાના પાંચ ટોબરા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ-પમાં અભ્યાસ કરતી વનીતા લશ્કરભાઈને હડકાયું કુતર કરડી જતા અવસાન થયેલ તેથી ગારિયાધાર વિધાનસભાના વિસ્તારક જે તે સમયે પાંચ ટોબરા ગામેે તે પરિવારની મુલાકાત લીધી અને વિદ્યાજ્ઞય વિમાની માહિતી આપી અને ફોર્મ આપી જરૂરી વિગતો પ્રા.શાળાએ ભરીને વિમા નિયામકની કચેરીએ રજુ કરેલ ત્યાર પછી વિદ્યાજ્ઞય વિમા યોજનાની સહાય માટે અનેકવાર રજુઆત કરેલ તેમ છતાં સહાય મળી ન હોય આથી રાજય કજ્ઞાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેને રજુઆત ભરત મોણપરાએ કરેલ તેથી વિભાવરીબેન દવેની સુચનાથી તા. ૧૮-૧ર-૧૮ના રોજ વીનતાના વાલીને રૂા. પ૦,૦૦૦ની સહાય મંજુર થયેલ આથી હાલ અમરેલી લોકસભાના વિસ્તારક ભરત મોણપરા, તાલુકા ભાજપ પ્રમુખ વી.ડી. સોરઠીયા, પ્રાથમિક શાળાના આચાર્ય વિપુલભાઈ મકવાણા, મહામંત્રી જયેશ નાકરાણી, રમેશભાઈ કંટારીયા, ધનાભાઈ ચૌહાણ, તથા શાળાનો સ્ટાફ ઉપસ્થિત રહીને વનીતાના પરિવ્રને રૂા. પ૦,૦૦૦ હજારનો ચેક અર્પણ કરેલ .