ભાજપ સરકાર રાષ્ટ્ર સુરક્ષા સાથે રમત રમી રહી છે : કોંગ્રેસ

820
gandhi3122017-5.jpg

ઍરફોર્સના રફેલ અને યુરો ફાઇટર ટાઇફુન વિમાન ખરીદવામાં કેન્દ્રની સરકારે દેશની સુરક્ષા સાથે રમત રમી હોવાનો આક્ષેપ કૉંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદિપસિંહ સુરજેવાલે કર્યા હતા. સુરજેવાલે જણાવ્યું કે ૨૦૦૭માં કૉંગ્રેસે આંતરરાષ્ટ્રીય બીડનું આમંત્રણ આપીને વાયુસેનાની પરવાનગી થી બે એન્જીન ધરાવતા ફાઇટર પ્લેનને પરવાનગી અપાઈ હતી,
જેમાં ૧૦.૨ બિલિયન ડૉલરમાં ૧૨૬ વિમાનની ખરીદીનો કોન્ટ્રાક્ટ કર્યો હતો જેમાં કોન્ટ્રાક્ટમાં ટેક્નોલોજીનું ટ્રાન્સફરનો કોન્ટ્રાક્ટ કરાયો હતો પરંતુ મોદીએ જે કંપનીને ઍરક્રાફ્‌ટ બનાવવોનો અનુભવ નથી તેવી રીલાયન્સ કંપનીને કોન્ટ્રાક્ટ આપીને દેશની સુરક્ષા સાથે ચેડા કરી મોદીએ પોતાની રીતે નિર્ણય કર્યો હોવાનો આક્ષેપ સુરજેવાલાએ કર્યો હતો.

Previous article૧૭ હજાર લોકોની HIV તપાસ, ૧૪ સગર્ભા સહિત કુલ ૧૮૫ લોકોનાં રીપોર્ટ પોઝીટીવ
Next articleઈન્દ્રોડા પાર્કમાં પ્રદર્શન કક્ષ બંધ