જયોતિ મહિલા વિદ્યાલય ભાવનગર દ્વારા ગણેશક્રિડામંડળ ખાતે વિદ્યાર્થીઓનીઓ માટે શિયાળુ રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દોડ, કુદ, રસ્સાખેંચ, પીરામીડ, કબ્બડી, ખોખો, મનોરંજનાત્મક જેવી ૧૦ જેટલી રમતો રખાડવામાં આવી હતી. જેમાં શાળાના આચાર્ય, શિક્ષકોની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીનીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.