દેશ અને દુનિયામાં ૧લી ડીસેમ્બરને વર્લ્ડ એઇડ્સ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જીવલેણ બનેલી બિમારીઓથી દર વર્ષે અનેક લોકો મોતને ભેટી રહ્યા છે. ત્યારે રોગને નાથવા માટે જન જાગૃતિ લાવવી ખુબ જરૂરી છે.
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શહેરની અલગ અલગ કોલેજ અને સંસ્થા દ્વારા જાગૃતિ લાવવા પ્રયાસ હાથ ધર્યા હતા. સિવિલમાં નર્સિગ કોલેજની વિદ્યાર્થીનીઓએ એઇડ્સ દિવસ પણ પોસ્ટર સ્પર્ધા યોજી હતી. જેની દર્દીઓને માહિતી આપવામા આવતી હતી.
સિવિલ હોસ્પિટલમાં રોજના અનેક દર્દીઓ સારવાર લેવા આવતા હોય છે. જ્યારે હોસ્પિટલમાં એક એઆરટી સેન્ટર કાર્યરત છે, જેમાં જિલ્લા અને શહેરના એચઆઇવી ગ્રસ્ત દર્દીઓ સારવાર લેવા આવે છે. પહેલી ડીસેમ્બરને દેશ અને દુનિયા વિશ્વ એઇડ્સ ડે તરીકે મનાવે છે. એઇડ્સના રોગથી લોકો ભયભીત થઇ ગયા છે. કારણ કે રોગ લાગુ પડી જાય બાદમાં મોત આવ્યે છુટકારો મળે છે. તેવા સયમે લોકો વધારે રોગનો શિકારના બને તે માટે સિવિલ હોસ્પિટલમાં નર્સિગ કોલેજની વિદ્યાર્થીનીઓએ પોસ્ટર સ્પર્ધાનુ આયોજન કર્યુ હતું. જેમાં એઇડ્સ વિષય પર ચિત્રો બનાવી દર્દીઓ અને સિવિલમાં આવતા લોકોને તેનાથી બચવા માટેના રસ્તાઓ માહિતી આપી હતી.
સ્પર્ધામાં સિવિલના મેડીસીન વિભાગના હેડ ડૉ. શશી મુન્દ્રા, મીનાબેન ચૌહાણ, ભાવેશ જોશી હાજર રહ્યા હતા. ડૉ. મુન્દ્રાએ કહ્યુ કે, એઇડ્સ રોગથી બચવા માટેની હજુ સુધી દવા ઉપલબ્ધ થઇ શકી નથી. પરિણામે દર વર્ષે રોગના દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે. સિવિલમાં સારવાર લેવા આવતા દર્દીઓ, સગાઓ એઇડ્સ રોગની જાણકારી મેળવે તે માટે નર્સિગ કોલેજની વિદ્યાર્થીઓએ પોસ્ટર સ્પર્ધાનુ આયોજન કર્યુ હતુ.