ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાઇ રહેલી બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આજે ન્યુઝીલેન્ડે તેની સ્થિતિ મજબૂત કરી હતી અને હવે આ ટેસ્ટ મેચ તેના હાથમાં આવી ગઈ છે. ન્યુઝીલેન્ડે આજે તેના બીજા દાવમાં ચાર વિકેટે ૫૮૫ રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. લાથમે ૧૭૬ અને નિકલોસે ૧૬૨ રન કર્યા હતા. આજે રમત બંધ રહી ત્યારે શ્રીલંકાએ તેના બીજા દાવમાં બે વિકેટ ગુમાવીને ૨૪ રન કર્યા હતા. હજુ તેને ૬૩૬ રનની જરૂર છે અને તેની આઠ વિકેટ હાથમાં છે. આ ટેસ્ટ મેચમાં શ્રીલંકાની હાર નિશ્ચિત બની ગઈ છે. માત્ર ઔપચારિકતા રહી છે. ગઇકાલે બીજા દિવસે રમત બંધ રહી ત્યારે ન્યુઝીલેન્ડે તેની સ્થિતી અતિ મજબુત બનાવી લીધી હતી. ન્યુઝીલેન્ડે તેના બીજા દાવમાં બે વિકેેટે ૨૩૧ રન કર્યા હતા. આજે આગળ રમતા ન્યુઝીલેન્ડે મજબૂત બેટિંગ કરી હતી.