રાધનપુર પંથકમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ખનિજ ચોરી થતી હોવાની રાડો ઉઠવા પામી હતી. સ્થાનિક અધીકારીઓની રહેમ નજર તળે સરકારી અનેખાનગી માલીકીની જગયાઓમાં કોઈ પણ મંજુરી વગર ખોદકામ કરીને માટી વેચવાનો વેપલો ચાલતો હતો. આ બાબતે ખાણ ખનિચ વીભાગને જાણ થતા ખાણ ખનિજ વીભાગે ઓચિંતો છાપો મારી રૃપિયા એક કરોડના વાહનો ઝડપી પાડયા હતા.
રાધનપુર તાલુકાના પોરાણા ગામની સીમમાં આવેલ એક માલીકીના ખેતરમાં ગેરકાયદે ખનીજ ચોરી કરવામાં આવતી હોવાની બાતમી પાટણ ખાણ ખનીજ વિભાગના અધિકારીને મળતા તા.ર૬ મીના રોજ પાટણ ખાણ ખનીજ વીભાગના અધિકારીઓએ પોરાણા ગામની સીમમાં ઓચિતો છાપો માર્યો હતો.
માલીકીની જગ્યામાંથી ગેરકાયદેસર માટીનુ ખોદકામ કરતુ જીસીબી મશીન તેમજ માટી વહન કરતા ચાર ડમ્પરો સહીત રુપિયા એક કરોડનો મુદ્દા માલ ખાણ ખનિજના અધિકારીએ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
પોરાણા ગામની સીમમાં છેલલા એક માસથી ગેરકાયદે ખનીજ ચોરી થતી હતી. માટી વહન કરતા વાહનોની અવર જવરને કારણે ખેતરોના ઉભા પાકને નુકશાન થતુ હોવાનુ સ્થાનિક ખેડુતે જણાવ્યુ હતુ. ખનન ચોરી પકડાઈ તેનાથી આગળએકાદ કિલોમીટર દુર બીજુ પણ એક ખેતર ખોદીને માટી વેચાણ કરવામાં આવી હોવાનુ સ્થાનિક ખેડૂતે જણાવ્યુ હતુ.
જયારે ખનીજ ચોરી બાબતે તેમના દ્વારા અગાઉ અધીકારીઓને જાણ કરવામાં આવી હતી. પરંતુ કોઈ જ અધિકારીએ ગેરકાયદેસર ચાલતા માટી ખનન સામે કોઈ જ કાર્યવાહી કરેલ ન હતી. આજે પાટણ ખાણ ખનીજે ગેરકાયદેસર માટી ખનન કરતા ખનન માફીયાઓ સામે કાર્યવાહી કરી વાહનો ઝડપી પાડવામાં આવતા ગેરકાયદેસર ખનનથી પરેશાન ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો.
રાધનપુર નજીક સાતુન રોડ પર આવેલ જી.આઈ.ડી.સી. પાસે પણ રાત્રે ગેરકાયદેસર જમીન ખોદીને મોટા પ્રમાણમાં માટી ચોરી કરવામાં આવતી હોવાનુ લોકોએ જણાવ્યુ હતુ. અહી સરકારી જમીનમાં મોટા મોટા ખાડા પડેલા જોવા મળ્યા હતા. રાધનપુરના પોરાણામાં ગેરકાયદેસ ચાલતા ખનીજ ચોરી પર પાટણ ખાણ ખનીજ વિભાગ દ્વારા ઓચીંતો છાપો મારી વાહનો જપ્ત કરવાના સમાચાર ફેલાતા ખનિજ ચોરોમાં ફફડાટ વ્યાપ્યો હતો.