બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે ખેડૂતોને ૫૬ ટકા વધુ વળતર ચૂકવાશે

715

બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલે સરકાર અને નેશનલ હાઈસ્પીડ રેલ દ્વારા હાઈકોર્ટમાં નિવેદન કરવામાં આવ્યું છે. આ નિવેદનમાં કહ્યું છે કે, ખેડૂતોને જમીનની કુલ કિંમત કરતા ૫૬ ટકા વધુ વળતર ચૂકવાશે. જમીનની કિંમત ૨૦૧૧ની જંત્રી મુજબ રહેશે નહીં અને યોગ્ય બજાર કિંમતના આધારે ચૂકવાશે. આવકવેરા વિભાગ જમીનની આકારણી કરશે. જે લોકોએ સંપાદન માટે સંમતિ નથી આપી તેમને પણ યોગ્ય વળતર ચૂકવાશે. બંને પક્ષે હાઈકોર્ટમાં રજૂઆતો પૂરી થઈ છે. આ મામલે વધુ સુનાવણી ૧૧મી જાન્યારીએ હાથ ધરાશે.

Previous articleઈસરોમાં લાગેલી પર કાબૂ, સ્ટોરરૂમમાં રહેલી સ્ટેશનરીને નુકસાન
Next articleરેવન્યુ કર્મચારી પર ટિપ્પણી મામલે વિજયભાઈ રૂપાણીએ આપી પ્રતિક્રિયા