મેઈન્ટેનન્સના કારણે ૩૧ ડિસેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે બંધ રહેશે

503

સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા દેશભરમાંથી પ્રવાસીઓ ઊમટી રહ્યાં છે. પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણના મહિના બાદ પણ મેનેજમેન્ટના અભાવે પ્રવાસીઓને હજુ પણ ઘણી તકલીફો વેઠવી પડે છે. જેથી ૩૧ ડિસેમ્બરે સ્ટેચ્યૂ ઓફ યુનિટી મુલાકાતીઓ માટે બંધ રાખવામાં આવી છે. કારણ કે ૩૧ ડિસેમ્બરે સોમવાર હોવાથી મેઈન્ટેનન્સના કારણે નિયમ મૂજબ બંધ રાખવામાં આવશે. જેમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સીઈઓ આઈ.કે.પટેલે નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે ૩૧ ડિસેમ્બર પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી પર મનાવવા નહિ મળે કારણ કે ૩૧ ડિસેમ્બર સોમવાર હોવાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ રહેશે.

ઉલ્લેખનિય છે કે અગાઉ લેઝર શો બંધ કરાતા પ્રવાસીઓને ધક્કો માથે પડયો હતો. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લેઝર શોની ઓનલાઈન બુકિંગ કરાવેલી ટિકિટ લઈ શો જોવા માટે ગયેલ વિજીટરોને શો ચાલુ ન કરાતા વિલા મોઢે પરત ફરવું પડયુ હતું. શો જોવા જનાર તમામને સિક્યુરિટી ધ્વારા જણાવવામાં આવ્યુ હતું કે આજે લેઝર શો ચાલુ કરવામા આવશે નહિ. જેથી તેઓ નિરાશ થઈ ગયા હતા. લેઝર શો ઓફિસ ખાતે કોઈ જવાબદાર વ્યક્તિ કે મેનેજમેન્ટ પણ હાજર ન હતા. જેથી રજૂઆત આ વિશે કોણે કરવી તે પણ એક પ્રશ્ન ઉદભવ્યો હતો. પ્રવાસીઓને પેટ્રોલ – ડીઝલના પૈસા માથે પડયા હતા. આ સાથે નાસીકથી ૫૦ જેટલા લોકોએ પણ ઓનલાઈન બુકિંગ ટિકિટ કરાવી હતી.

Previous articleપવિત્ર યાત્રાધામ ભ્રષ્ટાચાર મામલે સીએમ દ્વારા વિજીલન્સને તપાાસ સોંપાઈ
Next articleવાહનોમાં હાઈ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવા એક મહિના માટે મુદત લંબાવાઈ