ઇસ્લામ ધર્મના સ્થાપક મહાન મહંમદ પયંગબર સાહેબના જન્મદિન ઇદે મિલાદની સિહોર શહેરમાં શ્રદ્ધા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ઇદ એટલે આનંદનો તહેવાર તેમજ મિલાદ એટલે જન્મનો સમય એ રીતે ઇસ્લામ ધર્મના સ્થાપક મહાન હજરત મહંમદ પયંગબર સાહેબના જન્મદિન ઇદએ મિલાદની મુસ્લીમ બિરાદરો દ્વારા સિહોર ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આજે સિહોર મુસ્લિમ સમાજ દ્વારા ઇદે મિલાદ પર્વની જુલુસ કાઢી આસ્થાભેર ઉજવણી કરવામાં આવી હતી. મહંમદ પયગંબર સાહેબના જન્મદિવસ નિમિતે ઉજવાતા પર્વની મુસ્લિમ સમાજ દ્વારા આસ્થાભેર ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં જુલુસમાં નીકળ્યા હતા.