ભાવનગર વ્હોરા સમાજ દ્વારા સૈયદના મોહમંદ બુરહાનુદ્દની મૌલાની ૧૦૮મી મિલાદ નિમિત્તે શહેરમાં મુલ્લા કુત્બુદ્દીનની આગેવાની હેઠળ એક ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકોમાં અમન, શાંતિ, એકતા અને ભાઈચારો રહે તેવા હેતુથી નજીમ મસ્જીદ વ્હોરાવાડ ખાતેથી નિકળેલુ વ્હોરા સમાજનું ઝુલુસ, હાઈકોર્ટ રોડ, એમ.જી. રોડ, વોરાબજાર, બાર્ટન લાઈબ્રેરી થઈને મસ્જીદે પરત ફર્યુ હતું. વ્હોરા સમાજનું બેન્ડ ઝુલુસમાં આકર્ષણ જમાવ્યું હતું.