ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન જે.કે સરવૈયા કોલેજમાં “વિકાસની પગદંડી”કાર્યક્રમ અંતર્ગત અંતર્ગત ડો.મનોજભાી પરમાર દ્વારા બી.એસ.ડબલ્યુ અને એમ.એસ.ડબલ્યુના વિદ્યાર્થીઓને ‘સ્કીલ ડેવલપમેન્ટ’ના વિષય ઉપર વ્યાખ્યાન યોજવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં વિદ્યાર્થીઓએ પોતાની સ્કીલ કેવી રીતે વધારવી જોઈએ અને દરેક ક્ષેત્રમાં ધ્યાયે રાખીને નિષ્ઠાથી મહેનત કરીને જીવનમાં પ્રગતી કઈ રીતે કરવી તે અંગેનું માર્ગદર્શન પુરૂ પાડ્યુ હતું. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ રસપૂર્વક ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં સંસ્થાના પી.જી.વિભાગના કો-ઓડીનેટર ડો.નેહલભાઈ ત્રિવેદી તથા એમ.એસ.ડબલ્યુના કો-ઓડીનેટર રઘુભાઈ બારૈયા તેમજ બી.એસ.ડબલ્યુના પ્રિન્સિપાલ બીપીનભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા.