રાણપુરમાં હાલાજી દાદાનું નિકળેલુ વિશાળ ઝુલુસ

797

બોટાદ જીલ્લાના રાણપુર ખાતે પીર હાલાજી સરકાર નું ભવ્ય જુલુસ નિકાળીયુ હતુ રાણપુર ના કાંકરિયા ચોરા થી નીકળી દેસાઈ વોરા ચોરા, આંબલીયા ચોરા,રતન ચોક, મોટાપીર નો ચોક,મેઇન બજાર થઈને બસ સ્ટેન્ડ થી પરત ફરીને કાંકરીયા ચોરા સુધી હાલાજી પીર દાદા ના ઉર્ષ નિમીતે ભવ્ય જુલુસ  કાઢવામાં આવ્યુ હતુ જેમાં મોટી સંખ્યામાં હાલાજી વંશજો ઉમટી પડ્યા હતા તેમજ આ જુલુસ માં હિન્દુ મુસ્લિમ ની એકતા જોવા મળી હતી રાણપુર ખાતે મુસ્લિમ સમાજ તેમજ મોલેંસલામ ગરાસિયા સમાજ ની વસ્તી મોટી સંખ્યામાં છે કે જેઓ હાલાજી ના વંશજો છે હાલાજી દાદા ને પીર હાલાજી તેમજ શહેનશાહે રાણપુર જેવા બિરૂદ મળેલા છે પીર હાલાજી ધંધુકા પાસે આવેલ વિડ માં ગાયો ની રક્ષા કરતા કરતા યુધ્ધ માં શહિદી વોરી હતી તેથી તેઓ ને પીર તરીકે પણ પુજવા માં આવે છે અને ધંધુકા પાસે આવેલ હાલાજી પીર દાદા ની દરગાહ ખાતે શુક્રવારે ભવ્ય ઉર્ષ ની ઉજવણી પણ કરવામાં આવી હતી જ્યારે નિશાન ચડાવી હાલાજી દાદા નો ઉર્ષ મુબારક પણ ઉજવવામાં આવ્યો હતો

Previous articleદુધના કેનમાં દેશી દારૂની હેરાફેરી કરતા શખ્સને ઝડપી લેતી પોલીસ
Next articleરાજુલામાં ભાજપના યુવા જોડો સદશ્યતા અભિયાનને સફળતા